ગામડું પણ વિલેજ થઈ ગયું ....

   


  ગામડાના લોકો માણસાઈ ,એનું ભોળાપણ ,એની ખુમારી ,અને તેને સામે માલે તો મલકવું ,એનો પહેરવેશ ,એ ધુળીયો માર્ગ ,એ નદીઓ નો આરો ,એ કુવા ના પાણી ,એ સંધ્યા ની આરતી ,એ વેલી સવાર ના પ્રભાતિયાં , એ ગાયુ નું ધણ , એ રોટલા ડુંગળી અને મીઠા નું ભાતુ ,એ છાય ની દોણી , એ વલોનાનું માખણ ,એ ભામ  ભરતી ભેંશ ,એ બળદ ગાડા ની ચિયારી ,એ. માથે બળતણ નો ભારો , અને માટીનુ બનાવેલ પાણીયારું એ ગામડાના લોકો આનંદ માણે છે . 

   એ પાણી ની હેલ , એ ધૂલિયામાં છબછબીઓ  , એ ફાટેલા લૂગડાં નો ચાડિયો, એ રાત્રે શિયાળ નો અવાજ , એ મોરલાનો ટહુકારો , એ ગોફેણ નો ઘા , એ તાજા દૂધ નો માવો , એ મહેમાન ગતિ ,એ ટોપરા પાક નો લાડવો , એ ટ્રેક્ટર કે તેમા જાન , એ મીઠા મોઢા કરવાનો જમણવાર ,એ લીમડાનો છાંયો , એ વડની  વડવાઈ ,એ આંબલી પીપળી , એ સીરામણ એ વાળું , એ બાવળ ની સિંગુ , એ લીમડાની લીબોળી ,  એ બાવળ ના કંટા,  એ આંબા ની કેરી , એ વડ ના ટેટા ,એ નદી ના ઢબુકા , વરસાદ ની મજા ,  એ લગ્ન ના ગીતો , એ વરરાજા ની મોજ , એ દેશી કાનુડો , એ રાત્રી ની મજા અને , લગ્ન ના ગીતો , એ મોહનથાળ ના બટાકા .બકજ

             એ દિવાળી ની નવી જોડી ના કપડાં , એ હોળી ને ચોરેલ ના લાકડા ,  એ હોળી ના પેડા  , એ જન્માષ્મી નો મેલો , એ નોરતાનો ગરબા , એ ભાઈઓ ના રાસ , નિશાળ નો ઘન્ટ , એ ઠીકરા ની પાટી  , એ પાણી પોતુ , એ વર્તા વર્તા ભાભો ઢોર ચારતા,  એ લેસન માં  લાડવો ને બેન ઘરે માંડવો , એ માસ્ટર ની સોટી ને અધૂરું લેસન , એ ભરત ભરેલું દફ્ટર,  એ મોટી બા ની વાર્તા , એ મામા નું ઘર કેટલે દીવો બલે એટલે , આખા વરહ માં  લીધેલ એકાદ રમકડું , એ ખોખો ની કબડી , એ દાંડિયા ના રાસ, એ છાણ નું લિપણું , એ લોકગીતો એ ડાયરાઓ ....

     અનેક અનેક યાદો છે .. જે આવતા સમય માં  કયારે માણી નહીં શકાય ... યાદે યાદે બસ યાદો રહી જાય છે ..હવે તો મારું ગામડું પણ વિલેજ થઈ ગયું છે 

ગામડાની મહેમાન ગતિ 

 " ઘરે મહેમાન આવે એટલે  'બા  કબાટ માંથી સારા માંથી  ગાદલું ગાઢ એ અને તેના ઉપર નવી ચક્કોર ચાદર પાથરે .. બા આવે તરખડ કેમ કરે છે ! તયારે મારી બા કહેથી કે આગને મહેમાન ક્યાંથી !

અતિથિ તો ભણેલા ગણેલા નો શબ્દો હતો . અમારા મલકમા તો પરોણ  કે મહેમાન કઈ છીએ

શબ્દોનો મોટાભાગે ઉપીયોગ થતો .ગામડું નાનું હોય એટલે એકબીજા ના મહેમાન સો ઓળખતા હોય ,એટલે ગામડા ના ઝાંપે થી આવકાર સરુ થઈ જાય છે રામ રામ એવા આવકાર સરું થા ય છે .કોઈ ન ઓળખતું ન હોય તો પણ રામ રામ કરીને ઓળખાણ કરે છે

   મોટાભાગે ઓસરી કે ડેલી માં  મહેમાન નો ને ખાટલો ઢાળી રાખવામાં આવે છે .ગામડાઓ ને ખેતીપ્રદાન હોવા થી કોઈ પણ ખેતી ની ઓફ સીઝન હોય તયારે તયારે મોટાભાગે ગામતરા કરતા હોય છે

 કદાચ ઘરના લોકો એ મહેમાન ને મોકલાશ  થી પૂરતો સમય આપી સકે તેવો આશય હોય છે . મહેમાન આવે એટલે સહેજ બે દિવસ રોકાય છે . રાત્રે અડોસી પાડોસી ઓ મહેમાન કને બેસવા આવે છે અને તયારે અલક્ મલક ની વાતો નો દોર જામે છે . અને કયારેક રાત્રે બે ત્રણ વખત ચા અને પાણી પણ થાય છે . અને મહિલા વર્ગ પણ ઓસરી એક ખૂણે બેસીને બધું સાંભળે છે . 

    વાત વાત માં  કોના દીકરા અને દીકરીના સગપણ થયા તેની પણ સમાચાર લેવાય  છે . અને સારું ઠેકાણું હોય તો ભલામણ થાય છે .દિવસનો સમય તો મહેમાનો બીજા ને ત્યા ચા કે પાણી પીવા જવામાં જ પસાર થાય છે .મોટાભેગા મહેમાનો ને કંસાર બનાવામાં જ પસાર થાય છે . દેશી ઘી ની રેલમ જેમ અને એકાદ તીખું સાક  હોય છે . અને ગામડા વાળો ને કશુ બજાર માંથી લાવાનો રિવાજ નથી હોતો અને મહેમાનો સમ દઈને પણ જમાડાવા આવે છે અને તે ભુખીયા રહેતા નથી .

    તારા સમ ,મારા સમ અને  બીજી વાર તાણ નહીં કરું તેવું કહીને પણ જમાડવામાં આવે છે .તયારે ગેસ્ટ શબ્દ પ્રચલિત  થયો નથી થયો .સાવ સરળ ભાસમાં મહેમાન કાઈને આવકાર આપવા આવતો અને તયારે મહેમાન સાથે એ દિવસો કયારે વીતી જતા ખબર નહી પડતી  .ને મહેમાન જયારે પાછા ઘરે જવા નીકળતા તયારે અમે તેમની થેલી પાછી  સંતાડી દેતા  કારણ કે મહેમાન અમારે ઘરે હજી પણ એવી આગ્રહ સાથે સન્તાડી દેતા એક દિવસ વધારે રોકાઈ જવાની આગ્રહ રાખતા ..

    અને જયારે મહેમાન વિદાય લેતા તયારે ઝાંપા સુધી તેઓ ને મુકવા જતા અને તેમની થેલી અમે ગર તા  ..આજે તો પગ માં પેડુ લાગી ગયું હોય તેમ માણસ ને દોડવું પડે છે .પેહલા જેવી હવે નિરાંત પણ નથી રહી .એ જમાનામાં વાહન વહવાર નિહવત હતો . અને મોટાભાગે પગપાળ જવાનો વહાવર વધુ હતો .અને વરસે એકાદ દિવસ બહાર જવા નીકળા તા હતા 

      આજે વાહન વ્હવાર ઝડપ તી થતા રહે છે અને ગામડાઓનું અંતર ઘટ્યું છે . એટલે પોહચવુ સરળ બન્યું છે .હવે જયારે ગામડાની ભીતો  પર લખેલ વાંચી એ છીએ તયારે યાદ આવે છે 

   એ. અજવાળની અમાવસ કયારે નથી આવવાની 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

જૂની ચલણી નોટો નું અધભૂત કલેક્સન

ગજબ નું પક્ષી કોઈ પણ અવાજ કોપી કરે તે જુઓ

હવામાનન ની આગાહી કરનાર અંબાલાલ કોણ છે ? / તે કેવી રીતે હવામાન નિષ્ણાત બન્યા / તેઓની ધરપકડ શા માટે કરવામાં આવી હતી